Tuesday, 1 April 2014

મને "ગુમનામ" જ રે'વા દે

પાનખરમાં સુકા પાન નો ઢગ રે'વા દે,
પીળા ભખ્ખ પાંદડાઓને એમ જ રે'વા દે..

દિલ પર કટાર મારી તમે ચાલ્યા ગયા ભલે,
જમીન પર પડેલા રક્તનાં બુંદ ને એમ જ રે'વા દે..

જમાનો મને મરેલો કે બેભાન માને  ભલે માને,
મારી બંધ આંખોને હવે તું બંધ જ રે'વા દે..

ધારી-ધારીને દીદાર કર્યા'તા એક જમાને,
એ રાહ જોતી આંખોને અકબંધ જ રે'વા દે..

ભીડ-ભાડમાંય જે આનંદ મળે છે હવે મને,
હું "ગુમનામ" છું તો મને ગુમનામ જ રે'વા દે..

No comments:

Post a Comment