Saturday 5 July 2014

તારા સ્મરણો..

એ દોસ્ત ! તારી ગઝલના શબ્દો અવનવા છે,
તારી સાથેના પણ બધાય સંબંધો નિતનવાં છે..

આપણા લગ્નનાં એ સાત ફેરાં-સાત જન્મ કેરા,
સમય પાસેથી એ બધાય પ્રપંચો છીનવવા છે..

તારા મૃત્યુ સમયે તારી આંખો-હાથમાં તારો હાથ,
દડ- દડ પડતાં આંસુઓ-તારા લોચનો લુછવા છે..

એવી તો શું દુશ્મની હતી પ્રભુને મારા સાથે?
છીનવી તને શુ કામ? મારે એ પ્રશ્નો કરવાં છે...

ખુશી નથી એકેય પલમાં હવે રહી બાકી,
તને પાછી મેળવવા ભાગવાનો રીઝવવા છે..

મારાથી અગ્નિ-દાહ કેમ અપાયો? રામ જાણે,
ભડ-ભડ બળતા લાલ અગનો બુઝાવવા છે..

પછી તો બંધ આંખો અને અશ્રુની નદી વહી,

શબ્દોનો સાથ છોડી, હવે સ્મરણો વાગોળવા છે..

મારું મન...

કેટલી રાતો વિતાવું હવે એકલતામાં?
નજર કોઈ મળે તો પડું પ્રેમલત્તામાં..

જાણું છું કેટલીયે ઠોકરો છે આ વાટે,
તોય આ મન આવતું નથી સભાનતામાં..

કહી કહી ને કેટલુય સમજાવ્યું મનને,
‘ના’ કહીને એ ઉભું છે એની અડગતામાં

એને તો બસ જોઈએ એક પ્રેમની હુંફ,
કસર કોઈ નથી એની આગતા-સ્વાગતામાં..

હવે તો હુય હાર્યો એની જીદ આગળ,

“ગુમનામ” થઇ ગયું મન એની સુંદરતામાં..

આ જીંદગી કોને નામ કરી જઈએ?

આ જીંદગી અમે કોને નામ કરી જઈએ?
જલ્દી બોલો તો આંખ બંધ કરી જઈએ..

પ્રથમ મુલાકાતની ક્ષણો હજુયે યાદ છે મને,
આ યાદોને સંઘરીને ક્યાં-ક્યાં લઇ જઈએ?

શરીર ના ઘા બહુ જલ્દી રૂઝાય છે હવે,
દિલ દિમાગના ઘા કોને જઈ બતાવીએ?

સહેજ કહીને તમે પળવારમાં છટકી ગયા,
યાદોનો પહાડ અમે સાથે ક્યાં લઇ જઈએ?

દિવસ પૂરો હસતો ચેહરો હોય અમારો,
રાત્રે કોઈ ખૂણે એકલા જઈ રડી લઈએ..

સાથે મારવાની સોગંદ લીધી હતી બંનેએ,

અમે આમ એકલા એકલા કેમ મરી જઈએ?