Tuesday 8 April 2014

તમે આવ્યા..

ઓ હો, તમે પાછા આવ્યા, વસંત આવી,
તમારી હાજરી મેહફીલમાં રંગત લાવી.

હવે તમે દીધેલા ઝાખ્મોને ભુલાવી દઈશું,
હાથ પકડીને તમારો, ગમે તેમ જીવી લઈશું,
આજ લાગી અમે હતા અકબંધ તાળું-
અને તમે છો સોનાની ચાવી..

મેં તો તૈયાર પણ કર્યો'તો મારો જનાજો,
બધાને કહી દીધું હતું કે, બસ હે, આવજો,
રોજ અમે થતા રહ્યા "ગુમનામ" તોયે,
પહેચાન મારી તમે પાછી લાવી..

Friday 4 April 2014

બે બુંદ માટે..

ગઝલનાં ઘણા બધા પ્રકારોમાંથી એક પ્રકાર મુખમ્મસ ( ષટપદી ) લખવાની કોશિશ કરી હતી..
જે આપની સામે રાખું છું..

તડપતા આ દિલને તું રાહત આપી દે,
તરસ્યાં આ હોઠોને તું બે બુંદ આપી દે,
પ્રાણ વિનાના દેહ માં "ચેતન" આપી દે,
ધ્રુજયેલા બે હાથોને તું સહારો આપી દે,

છેક જીવનનાં અંતમાં તમારી કમી વર્તાય છે,
બે બુંદ માટે જીવ મારો અહી-તહી ભટકાય છે.

વાત એ શું હતી? તમે આમ જતા રહ્યા,
ખરેલાં પાંદડાને પગ તળે કુચડતા રહ્યા,
એકી-ટશે અમે આંખ માંડી રસ્તે બેસતા રહ્યા,
ઇંતઝાર તમે કરાવતા અને અમે કરતાં રહ્યા,

અંતે, એ તરસતી આંખો હવે લલચાય છે.
બે બુંદ માટે જીવ મારો અહી-તહી ભટકાય છે.
                                                                      
                                                                                    - ચેતન સોલંકી "ગુમનામ"

Tuesday 1 April 2014

મને "ગુમનામ" જ રે'વા દે

પાનખરમાં સુકા પાન નો ઢગ રે'વા દે,
પીળા ભખ્ખ પાંદડાઓને એમ જ રે'વા દે..

દિલ પર કટાર મારી તમે ચાલ્યા ગયા ભલે,
જમીન પર પડેલા રક્તનાં બુંદ ને એમ જ રે'વા દે..

જમાનો મને મરેલો કે બેભાન માને  ભલે માને,
મારી બંધ આંખોને હવે તું બંધ જ રે'વા દે..

ધારી-ધારીને દીદાર કર્યા'તા એક જમાને,
એ રાહ જોતી આંખોને અકબંધ જ રે'વા દે..

ભીડ-ભાડમાંય જે આનંદ મળે છે હવે મને,
હું "ગુમનામ" છું તો મને ગુમનામ જ રે'વા દે..