Friday 11 September 2015

એક અછાંદસ...

એક અછાંદસ
કોઈ નિયમો વગરનું
તદ્દન એવું જ
તારા-મારા પ્રેમ જેવું
નિર્દોષ-નિસ્વાર્થ
છતાંય બધાને
ઇર્ષ્યા આવે એવું
તુટક- તુટક
પણ નિરંતર
ક્યારેક કટાક્ષ,
ક્યારેક બોધ,
ક્યારેક વાર્તા,
ક્યારેક નગ્ન-સત્ય,
વળી ક્યારેક રડાવી મુકે
તદ્દન એવું જ
તારા-મારા પ્રેમ જેવું
એક અછાંદસ

એક તું - એક હું...

એક તું જે બધાથી અજાણ છે,
એક હું જે ને સૌ સાથે બંધાણ છે...

એક તારું દિલ જે સાવ શાંત છે,
એક મારું દિલ જ્યાં ઉઠ્યું રમખાણ છે...

એક તું જે છપ્પર-કાચલીની જેમ તરી,
એક હું જ્યાં ડૂબ્યો ત્યાં ખુબ ઊંડાણ છે...

એક તારી નજર જે દુનિયા જોઈ ચુકી,
એક મારી નજર, જેનું તારા પર રોકાણ છે...

કડી દર્દ ઉઠે તો કરું છું યાદ ‘ચેતન’,

કે તેના હરએક દીદાર રામબાણ છે...