Sunday 28 December 2014

જીતી જવાનો છું...


આ કવિતા માટે હું મારા ગુરૂ, જનક સાવલિયા નો ખુબ આભારી છું.
આમ તો જનક સર માટે લખવા બેસું તો આ બ્લોગ ખુબ ટુંકો પડે... છતાં.. જો કૈક કેહવું હોય તો...

गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः ।
गुरुरेव परंब्रह्म तस्मै श्रीगुरवे नमः ॥


(એમની સમર્પણ ટેકનો સ્કૂલનાં વિદ્યાર્થીઓ માટે આ કવિતા લખેલી છે.)

 

અરે ઓ “નબળા વિચારો”,
હવે સાબદા થઇ જાજો..
હું સાતમા આસમાનનો બંદો છું,
તમને બધાને ઘોળીને પી જવાનો છું..

દુનિયાનાં કહેણ હું કદી સાંભળવાનો નથી,
નિષ્ફળતાને મારા પર હાવી થવા દેવાનો નથી,
મુસીબતો તો રોજ-બરોજ આવ્યે જ કરશે,
હું હાથ પર હાથ ધરીને બેસી રહેવાનો નથી..
હું ખુદાની અસીમ શક્તિનો ખજાનો છું,
તમને બધાને ઘોળીને પી જવાનો છું..

હવે તો “ગુમનામ” થઈશું આ કહાણીમાં,
ખુલ્લો પડકાર છે મારી વાણીમાં,
આવો બે-બે હાથ થઇ જાય આજે તો,
જોઈએ કોણ કેટલું છે પાણીમાં,
એકીશ્વાસે આ જંગ જીતીને જવાનો છું,
તમને બધાને ઘોળીને પી જવાનો છું..

Friday 21 November 2014

નફરત છે મને...

જો નફરતની છે આ દુનિયા, તો દુનિયાથી નફરત છે મને,
મહોબ્બત હોય જો વાસનામાં, તો વાસનાથી મહોબ્બત છે મને...

મારી મરજી ન થવા દેવાવાળા બધાથી નફરત છે મને,
જો એમાં ખુદા છે, તો બેશક ખુદાથી પણ નફરત છે મને...

ફુરસદથી જો બની હોય દુનિયા, તો દુનિયાથી ફુરસદ છે મને,
જો હું ફક્ત જીવવા માટે જન્મ્યો છું, તો જીવનથી ફુરસદ છે મને.

ખોટા આશ્વાસનો આપી આપી જેણે મને મોત લાગી જીવાડ્યો,
જો નફરત હોય એ સબંધમાં, તો સબંધોથી નફરત છે મને..
                                  - ચેતન સોલંકી ‘ગુમનામ’

Thursday 20 November 2014

હું.. મારી સાથે...

એવી તે કેવી પ્રીત બાંધી મેં તારી સાથે,
ના સ્વજનો, ના હું ખુદ રહ્યો મારી સાથે.

ઝગમગાટથી ભરેલી આ દુનિયામાં રહું છું,
એક અંધકારની દુનિયા પણ છે મારી સાથે.

તને પ્રેમ કરું કે નફરત, સમજ નથી પડતી,
રડીને આંસુ લુછવા કોઈ તો રહો મારી સાથે.

જિંદગીભર પ્રેમભરી વાતો કરી લો આશીકો,
કબ્રમાં કોઈ નથી વાતો કરવા તમારી સાથે.

જેટલો પ્રેમ કરાય એટલો કરી લો એમને,
દુનિયાને લાગે કે જીવ્યા કઈક ખુમારી સાથે
                         

- ચેતન સોલંકી ‘ગુમનામ’ 

एक ज़ख्म...

दिल पर ज़ख्म देकर वो महोब्बत जताने आये है,
वो गैरों से मिलकर, देखो हमे मिलने आये है.

लौ तो बुज़ गई, राख़ भी उड़ गई कब की,
अँधेरा देखकर वो अब चिराग जलाने आये है.

जिस जालिमोंने उसको मार डाला बेरहमीसे,
आज वही सरे लोग उसे कन्धा देने आये है.

जिसे सिर्फ अँधेरा ही नसीब हुआ जिंदगीभर,
उसकी कब्र पर आज यो दिया जलाने आये है.

रिश्तोके मेले में संभलकर जाना मेरे दोस्त,
यहाँ लोग दिल मिलाकर दिल निकालने आये है.

                                        - चेतन सोलंकी 'गुमनाम'

Wednesday 3 September 2014

તું આવ તો સારું...

વિરહને વિવશ હવે હું ન થાવ તો સારું,
તમે તમારા જ હાથે ઝેર ન પાવ તો સારું..

મરજીવો છેક મધ-સમંદરે મોતી લઇ ઉભો,
ઉગારવા મને હવે તું પોતે  આવ તો સારું..

ચાર સફેદ ભીતનું જીવન થઇ રહ્યું છે મારું,
તું જીવનમાં લાલ પ્રેમ-રંગ લાવ તો સારું...

ખેડુની જેમ હું પણ આકાશે મિટ માંડી બેઠો,
તું આભે કળાબીડ વાદળી લાવ તો સારું...

દિવસની ક્ષણેક્ષણ તારી રહે ઉભી છે પ્રિયે!,
બંધ હૃદયમાં તું ધબકાર લાવ તો સારું...
                          - ચેતન સોલંકી "ગુમનામ"

Wednesday 6 August 2014

હું અને તું...

મારું        ઘર,
લાગે       ડર.

હૃદયનું પોલાણ,
વચ્ચે      પત્થર.

તારી     યાદો,
મહાકાય ડુંગર.

આંખે    આંસુ,
અગ્નિ   અંદર.

હું   અને     તું,
જન્મોનું અંતર

દરેક આંસુ 'ગુમનામ' છે પાણીમાં...

માછલી જેમ બેફામ તરે પાણીમાં,
એવો હું ગુચવાયો તારી ઓઢણીમાં.

હવે   હું   ઇચ્છું  હરદમ  એવું    જ,
તું  ભાગ પડાવે મારી કમાણીમાં.

હોળી-દિવાળી તહેવારો  ફોગટના,
ફક્ત હું અને તું જ મારી ઉજાણીમાં.

શબ્દે-શબ્દે- ભરાયો વિચાર-વાયુ,
તારા જ વખાણો છે મારી વાણીમાં.

વરસાદમાં ભીંજાતું મારું બદન પૂરું,
દરેક આંસુ ;ગુમનામ' છે પાણીમાં.

Saturday 5 July 2014

તારા સ્મરણો..

એ દોસ્ત ! તારી ગઝલના શબ્દો અવનવા છે,
તારી સાથેના પણ બધાય સંબંધો નિતનવાં છે..

આપણા લગ્નનાં એ સાત ફેરાં-સાત જન્મ કેરા,
સમય પાસેથી એ બધાય પ્રપંચો છીનવવા છે..

તારા મૃત્યુ સમયે તારી આંખો-હાથમાં તારો હાથ,
દડ- દડ પડતાં આંસુઓ-તારા લોચનો લુછવા છે..

એવી તો શું દુશ્મની હતી પ્રભુને મારા સાથે?
છીનવી તને શુ કામ? મારે એ પ્રશ્નો કરવાં છે...

ખુશી નથી એકેય પલમાં હવે રહી બાકી,
તને પાછી મેળવવા ભાગવાનો રીઝવવા છે..

મારાથી અગ્નિ-દાહ કેમ અપાયો? રામ જાણે,
ભડ-ભડ બળતા લાલ અગનો બુઝાવવા છે..

પછી તો બંધ આંખો અને અશ્રુની નદી વહી,

શબ્દોનો સાથ છોડી, હવે સ્મરણો વાગોળવા છે..

મારું મન...

કેટલી રાતો વિતાવું હવે એકલતામાં?
નજર કોઈ મળે તો પડું પ્રેમલત્તામાં..

જાણું છું કેટલીયે ઠોકરો છે આ વાટે,
તોય આ મન આવતું નથી સભાનતામાં..

કહી કહી ને કેટલુય સમજાવ્યું મનને,
‘ના’ કહીને એ ઉભું છે એની અડગતામાં

એને તો બસ જોઈએ એક પ્રેમની હુંફ,
કસર કોઈ નથી એની આગતા-સ્વાગતામાં..

હવે તો હુય હાર્યો એની જીદ આગળ,

“ગુમનામ” થઇ ગયું મન એની સુંદરતામાં..

આ જીંદગી કોને નામ કરી જઈએ?

આ જીંદગી અમે કોને નામ કરી જઈએ?
જલ્દી બોલો તો આંખ બંધ કરી જઈએ..

પ્રથમ મુલાકાતની ક્ષણો હજુયે યાદ છે મને,
આ યાદોને સંઘરીને ક્યાં-ક્યાં લઇ જઈએ?

શરીર ના ઘા બહુ જલ્દી રૂઝાય છે હવે,
દિલ દિમાગના ઘા કોને જઈ બતાવીએ?

સહેજ કહીને તમે પળવારમાં છટકી ગયા,
યાદોનો પહાડ અમે સાથે ક્યાં લઇ જઈએ?

દિવસ પૂરો હસતો ચેહરો હોય અમારો,
રાત્રે કોઈ ખૂણે એકલા જઈ રડી લઈએ..

સાથે મારવાની સોગંદ લીધી હતી બંનેએ,

અમે આમ એકલા એકલા કેમ મરી જઈએ?

Monday 23 June 2014

હું અનંત થઇ જઈશ..

જયારે તું મારાથી નજર મેળવી લઈશ-
હું ખુદથી વધી ને અનંત થઇ જઈશ..

છે એક મોતી સમંદરના છેક તળમાં,
પણ હાર બનવાનું નથી એના નસીબમાં,
તું જયારે મરજીવો બનીને મને લઇ જઈશ-
હું ખુદથી વધીને અનંત થઇ જઈશ...

રાહ જોઇને તમારી હવે હું થાકેલો,
જોવાને તો આવો, છે શ્વાસ અટકેલો,
તમારા સ્પર્શ માત્રથી હું ધરી જઈશ-
હું ખુદથી વધીને અનંત થઇ જઈશ..

એક અનામી વ્યક્તિ માટે..

રૂપ તે તારું કેવું નમણું !
જાણે એ સાચે સાચું સમણું !

રૂંવે રૂંવે મને આવી ગયું ઘેન
નજરે ચડ્યા તારા જયારે નેન
એકેય પળમાં નથી હવે ચેન
જે જોવ તે સુંદર લાગે બમણું..

નથી હવે મને સુધ કે સાન
સુન્ન પડી ગયું મારું જ્ઞાન ગુમાન
છીનવી ગયા જે મારું ભાન
હૃદય પણ કહી ઉઠ્યું, ક્યાં ડાબું ને ક્યાં જમણું?

સફળતા...

ઘણા સંઘર્ષ બાદ મારા મિત્ર સચિન પટેલ ને job મળી એ પ્રસંગ પર.. એના માટે..

જાણે બેવ પાંખો ફેલાવીને હું ઉડી રહ્યો છું-
સતરંગી આકાશને ઘડી-ઘડી ચૂમી રહ્યો છું..

વર્ષોનું તપ આજે સફળ થયું છે,
મન મારું આજે બેબાકળ થયું છે,
ખુશીથી જાણે ચોધાર આંસુએ હું રડી રહ્યો છું..
                                               જાણે બેવ પાંખ...૦

સફળતા આજે મારા ચરણે આવી છે,
પરસેવાની મેહનત આજે રંગ લાવી છે,
જંગ જીતીને-વિજયઘોષ પોકારીને જાણે-
હવે હું "ગુમનામ" થઇ રહ્યો છું..
                                              જાણે બેવ પાંખ...૦

ભાવગીત...

આવ આવ રે ઓ શ્યામ,
થાવ તારામાં "ગુમનામ".
તારા ચરણોમાં મસ્તક ધરું-
મારું જીવન યોગેશ્વરને ચરણે ધરું..

તું છે જીવનનું મિત, તું તો અર્જુન નું સ્મિત-
તું છે વિજયનું ગીત, હવે થાશે રે જીત..
મારી જીત તારા નામે કરું....           મારું જીવન..૦

હું છું તારો અવશેષ, મારું જીવન નિશ્પેક્ષ-
તારો એક જ છે વેશ, બ્રમ્હા-વિષ્ણુ-મહેશ..
મારા જીવનમાં રંગો ભરું..             મારું જીવન...૦

જે તારી ભક્તિથી છે દૂર, એને લાવું જરૂર-
એમાં લાવવાને પૂર, થઇ જાઉં હું ચૂર..
તારા ખોલામાં રમતો કરું..           મારું જીવન...૦

Thursday 5 June 2014

10EE ની યાદમાં...

10EE પર લખેલી કવિતા "અછાંદસ" રૂપે રજુ કરું છું.
(Assuming the year of 2025)

આજે 2025માં પણ
હેડકી ચડે છે
ખુબ જ
પછી હું
મારી આંખો બંધ કરીને
10EE નાં બધા ચેહરાઓ
વારાફરતી
યાદ કરું છું
અને દિલમાં ટાઢક થાય છે.
હેડકી શાંત પડે છે.
હું શાંતિ થી સુઈ જાવ છું.
સવાર પડે છે.
અને ફરી હેડકી ચડે છે.

Tuesday 8 April 2014

તમે આવ્યા..

ઓ હો, તમે પાછા આવ્યા, વસંત આવી,
તમારી હાજરી મેહફીલમાં રંગત લાવી.

હવે તમે દીધેલા ઝાખ્મોને ભુલાવી દઈશું,
હાથ પકડીને તમારો, ગમે તેમ જીવી લઈશું,
આજ લાગી અમે હતા અકબંધ તાળું-
અને તમે છો સોનાની ચાવી..

મેં તો તૈયાર પણ કર્યો'તો મારો જનાજો,
બધાને કહી દીધું હતું કે, બસ હે, આવજો,
રોજ અમે થતા રહ્યા "ગુમનામ" તોયે,
પહેચાન મારી તમે પાછી લાવી..

Friday 4 April 2014

બે બુંદ માટે..

ગઝલનાં ઘણા બધા પ્રકારોમાંથી એક પ્રકાર મુખમ્મસ ( ષટપદી ) લખવાની કોશિશ કરી હતી..
જે આપની સામે રાખું છું..

તડપતા આ દિલને તું રાહત આપી દે,
તરસ્યાં આ હોઠોને તું બે બુંદ આપી દે,
પ્રાણ વિનાના દેહ માં "ચેતન" આપી દે,
ધ્રુજયેલા બે હાથોને તું સહારો આપી દે,

છેક જીવનનાં અંતમાં તમારી કમી વર્તાય છે,
બે બુંદ માટે જીવ મારો અહી-તહી ભટકાય છે.

વાત એ શું હતી? તમે આમ જતા રહ્યા,
ખરેલાં પાંદડાને પગ તળે કુચડતા રહ્યા,
એકી-ટશે અમે આંખ માંડી રસ્તે બેસતા રહ્યા,
ઇંતઝાર તમે કરાવતા અને અમે કરતાં રહ્યા,

અંતે, એ તરસતી આંખો હવે લલચાય છે.
બે બુંદ માટે જીવ મારો અહી-તહી ભટકાય છે.
                                                                      
                                                                                    - ચેતન સોલંકી "ગુમનામ"

Tuesday 1 April 2014

મને "ગુમનામ" જ રે'વા દે

પાનખરમાં સુકા પાન નો ઢગ રે'વા દે,
પીળા ભખ્ખ પાંદડાઓને એમ જ રે'વા દે..

દિલ પર કટાર મારી તમે ચાલ્યા ગયા ભલે,
જમીન પર પડેલા રક્તનાં બુંદ ને એમ જ રે'વા દે..

જમાનો મને મરેલો કે બેભાન માને  ભલે માને,
મારી બંધ આંખોને હવે તું બંધ જ રે'વા દે..

ધારી-ધારીને દીદાર કર્યા'તા એક જમાને,
એ રાહ જોતી આંખોને અકબંધ જ રે'વા દે..

ભીડ-ભાડમાંય જે આનંદ મળે છે હવે મને,
હું "ગુમનામ" છું તો મને ગુમનામ જ રે'વા દે..

Wednesday 19 March 2014

એક પરી


પતંગિયા રૂપી પરીને પામવાની ઈચ્છા છે,
સમાજ અને કુદરતનાં નિયમો તોડવાની ઈચ્છા છે,
સાચા-ખોટા બંધનોને તોડીને, ખુલ્લા મેદાન માં મળવાની ઈચ્છા છે,
તું નથી તો કંઈ જ નથી ઉજ્જડ છે બધું જ, 
છતાં પણ એ ઉજ્જડ જમીનમાં-
પતંગિયા રૂપી પરી ને પામવાની ઈચ્છા છે..

બાળપણનો પ્રેમ


બાળપણનો પ્રેમ પણ ગજબ હોય છે,
એ દુનિયા પ્રેમની દુનિયા પણ અજબ હોય છે,
એની એક ઝલક માટે કેટલુંય ગાંડપણ કરીએ,
એના એક દર્શન માટે રાતો ની રાતો જાગીએ,
ન સહન થતી હોવાં છતાં સહીએ એ જુદાઈ,
તેની સતત યાદોમાં તરબોળતું મન પણ કરે ભવાઈ,
ન કહેવાયેલી વાતો, ન કહેવાયેલું સત્ય હોય છે એ પ્રેમમાં,
Love-sex અને પ્યારમાં “ગુમનામ” રહેતા એ કોલેજીયનો,

તમે પણ આવું જ ગાંડપણ કરેલું એ “ચેતન” પ્રેમમાં.
                                  
                                      - ચેતન સોલંકી "ગુમનામ" 

Monday 17 March 2014

બાળપણ ની વાતો

ઈચ્છા ના હોવા છતાં પણ જેણે મને પોતાની જાત ને publish કરવા માટે પ્રેરણા આપી એ માટે હું મારા પરમ મિત્ર Sandeep Chavda નો આ કવિતા માટે ખુબ આભારી છું.
આ કવિતા GCET કૉલેજ નાં વાર્ષિક મેગેઝીન GCET VOICE માટે લખેલી છે.
વિષય હતો... "બાળ મજુર" (Child Labour).

બાળપણને લઈને કઇક અંધારીયું મુજ યાદોમાં તરે..
શું વાત કરું બાળપણની, અશ્રુધારા નયને ઝરે...

ચા ની ભૂકી, પિત્તળનાં ઠામડા,
બે આની માટે ફરી વળ્યો ગામ-ગામડાં,
ચડ્ડી-બનિયાનને સહારે જિંદગી થોડી તરે?
બાળપણને લઈને...૦

એક બુલંદ ઈચ્છા, ભણતર-ભણતર,
કિન્તુ નાહકનું હતું એ ઈટોનું ચણતર,
નજર તો બસ બે ઘડી જોયા જ કરે !!
બાળપણને લઈને...૦

વાચા વગરની જીભ, ઓશિયાળો ચેહરો,
ગાળોની ઝડી, કાયા પર કાદવ નો પેહરો,
આ નાગુડાં "ચેતન" માટે મદદ થોડી કોઈ કરે?
બાળપણને લઈને...૦
                                               - ચેતન સોલંકી "ગુમનામ"

Sunday 23 February 2014

મુજ હૈયાનાં સાગરમાં તરવાને આવો..

રેત કિનારેથી ઉઠીને ક્યારેક તમે,
મુજ હૈયાનાં સાગર માં તરવાને આવો..

રંગ-રંગી માછલીઓ-બતકાઓ છે અહીં,
ઓઢણીમાં સંતાડી એને, હૈયે લગાવો..
                                      મુજ હૈયાનાં સાગરમાં....

નાવડી લાવીને ક્યારેક અમારા દેશમાં,
દુઃખો ભૂલીને, તમારા તન-મનને ભીંજાવો..
                                      મુજ હૈયાનાં સાગરમાં...

દ્રષ્ટિથી દુર રહેલા મોતી ને ક્યારેક,
મારા અંદરમાં, મરજીવા બનીને તમે,
મુજ હૈયાનાં સાગરમાં તરવાને આવો..

વરસાદ...

હૃદયસાગર માંથી ઉભરતા અશ્રુઓ...
પ્રસરી રહ્યા હતા પાંપણની ક્ષિતિજ ઉપર..
અને એ અશ્રુઓમાંથી વાદળ બની..
આપ મારા પર વરસી પડ્યાં...
                          --"ગુમનામ"

Thursday 20 February 2014

એક ન કહેવાયેલી ગઝલ....

લખાયેલી પણ કદી ના કહેવાયેલી કવિતાઓ હું અહી રજુ કરું છું....
લોકો આ પોસ્ટ ને પસંદ કરે કે ના કરે એ મારો ધ્યેય નથી ....
હું તો ફક્ત અહી મારા વિચારો રજુ કરું છું....

" છોડો ને યાર વાતો પ્રેમ love લાગણીઓની...
મારું તો હમેશા "ગુમનામ" થવા મન થાતું...

માહિતી - જ્ઞાનથી તરબોળતું મગજ છોડો ને યાર..
પાટૂ  મારી ને આ બધાને "ગાંડાં" થવા મન થાતું ..

ડગું-મગું થઇને શુંકામ વગડા રસ્તે ચાલવું??
સંબંધોનાં દોરડાં તોડીને  "બેફામ" થવા મન થાતું..

શબ્દોનાં ઘા પણ બહુ ઊંડા હોય છે "આદીલ"..
તમે બધા તો સાજાં છો, મને "મરીઝ" બનવા મન થાતું...

સફળ થવા શુંકામ નાહક યત્નો કરું હવે?
તમારા વગર હવે "બદનામ" થવા મન થાતું ...  "
                   
                                                                                             -- "ગુમનામ"