Wednesday 19 March 2014

એક પરી


પતંગિયા રૂપી પરીને પામવાની ઈચ્છા છે,
સમાજ અને કુદરતનાં નિયમો તોડવાની ઈચ્છા છે,
સાચા-ખોટા બંધનોને તોડીને, ખુલ્લા મેદાન માં મળવાની ઈચ્છા છે,
તું નથી તો કંઈ જ નથી ઉજ્જડ છે બધું જ, 
છતાં પણ એ ઉજ્જડ જમીનમાં-
પતંગિયા રૂપી પરી ને પામવાની ઈચ્છા છે..

બાળપણનો પ્રેમ


બાળપણનો પ્રેમ પણ ગજબ હોય છે,
એ દુનિયા પ્રેમની દુનિયા પણ અજબ હોય છે,
એની એક ઝલક માટે કેટલુંય ગાંડપણ કરીએ,
એના એક દર્શન માટે રાતો ની રાતો જાગીએ,
ન સહન થતી હોવાં છતાં સહીએ એ જુદાઈ,
તેની સતત યાદોમાં તરબોળતું મન પણ કરે ભવાઈ,
ન કહેવાયેલી વાતો, ન કહેવાયેલું સત્ય હોય છે એ પ્રેમમાં,
Love-sex અને પ્યારમાં “ગુમનામ” રહેતા એ કોલેજીયનો,

તમે પણ આવું જ ગાંડપણ કરેલું એ “ચેતન” પ્રેમમાં.
                                  
                                      - ચેતન સોલંકી "ગુમનામ" 

Monday 17 March 2014

બાળપણ ની વાતો

ઈચ્છા ના હોવા છતાં પણ જેણે મને પોતાની જાત ને publish કરવા માટે પ્રેરણા આપી એ માટે હું મારા પરમ મિત્ર Sandeep Chavda નો આ કવિતા માટે ખુબ આભારી છું.
આ કવિતા GCET કૉલેજ નાં વાર્ષિક મેગેઝીન GCET VOICE માટે લખેલી છે.
વિષય હતો... "બાળ મજુર" (Child Labour).

બાળપણને લઈને કઇક અંધારીયું મુજ યાદોમાં તરે..
શું વાત કરું બાળપણની, અશ્રુધારા નયને ઝરે...

ચા ની ભૂકી, પિત્તળનાં ઠામડા,
બે આની માટે ફરી વળ્યો ગામ-ગામડાં,
ચડ્ડી-બનિયાનને સહારે જિંદગી થોડી તરે?
બાળપણને લઈને...૦

એક બુલંદ ઈચ્છા, ભણતર-ભણતર,
કિન્તુ નાહકનું હતું એ ઈટોનું ચણતર,
નજર તો બસ બે ઘડી જોયા જ કરે !!
બાળપણને લઈને...૦

વાચા વગરની જીભ, ઓશિયાળો ચેહરો,
ગાળોની ઝડી, કાયા પર કાદવ નો પેહરો,
આ નાગુડાં "ચેતન" માટે મદદ થોડી કોઈ કરે?
બાળપણને લઈને...૦
                                               - ચેતન સોલંકી "ગુમનામ"