Saturday, 19 November 2016

તમારી ટેવ

તમારી ટેવ છે એવી કે ક્ષણમાં રુઠી જાવ તમે.
અને મનાવવા બેસું તો વર્ષોના વરસ લાગશે

તમારી ટેવ છે એવી કે ક્ષણમાં સ્મિત વેરી દો.
અને તમને જોવા બેસું તો વર્ષોના વરસ લાગશે.

તમારી ટેવ છે એવી કે ક્ષણમાં પ્રેમ વરસાવી દો.
અને હુ જતાવવા બેસું તો વર્ષોના વરસ લાગશે.

તમારી ટેવ છે એવી કે ક્ષણમાં ઘર મહેકાવી દો.
અને હુ મકાન પણ બનાવું તો વર્ષોના વરસ લાગશે.

તમારી ટેવ છે એવી કે મને આંખોમાં સંતાડી દો.
અને હુ ખુદને શોધવા મથુ તો વર્ષોના વરસ લાગશે.

-વિશાલ પ્રજાપતિ 'શામ', ચેતન સોલંકી 'ગુમનામ'( ફરીવાર ટુકડી સાથે)
18/11/2016

(પ્રથમ બે લાઇન શુભારંભ મુવીના ટ્રેલરમાથી લીધેલ. જેનું લખાણ અમેે કરેલ નથી.)

શબ્દો, જે કહેવાના હતા

મિલનની ક્ષણે છો ને ચુપચાપ રહ્યા અમે,
દિલમાં હતા ઘણા શબ્દો, જે કહેવાના હતા...

હજુ થશે કેટલો ઇન્તેઝાર ઈઝહારમાં,
જુદાઈના લમ્હાઓ સળગે છે, જે ઠરી જવાના હતા...

પ્રણય પગલું એક તમે પણ માંડો તો ખરાં,
જલાવ્યા છે પરવાના, જે શમી જવાના હતા...

આશ એક જ રાખીને બેઠો છું હું દિદારની,
અવગણ્યાં છે સઘળા પાસાઓ, જે દર્દના હતા...

હવે તો આવો કે કરીએ શરુ સફર આપણો,
જઈએ એ મારગ પર, જેના સપના હતા...

- Chetan Solanki
  19.11.2016

પ્રેમનાં પાનખરમાં

પ્રેમનાં પાનખરમાં હૃદય નું ફુલ આપનાર જોઈએ,
થઇ છે ઇજા જે દિલમાં, તેની અધિક સારવાર જોઈએ

હો નજર જો મંઝિલ ભણી, હિમ્મત પારાવાર જોઈએ,
તો જ થાએ પ્રેમ, દર્દનું તીર દિલની આરપાર જોઈએ

ફક્ત મળવાથી જતાવી શકો નહિ વેદનાને તમે,
તો મજા આવે પ્રેમમાં, જુદાઈ પણ મિલનની ભારોભાર જોઈએ

સમજી શકશે નહિ મારી વેદનાની ક્ષણોને એ કદી,
આંખે આંસુ, ચહેરે ચંચળતા, અંદર આગનો આભાર જોઈએ

તારા હોઠથી આવતી વાતો ગઝલ બને, પછી યાદ બને.
હૃદયની ખામોશી સમજી શકે, પ્રેમ એવો નિરાકાર જોઈએ

- Chetan Solanki
  19.11.2016

Wednesday, 27 April 2016

નહિ ફાવે...

આજની રાત્રે મને તારી આ પોશાકની લાજ નહિ ફાવે,
નગ્ન બદનને જોયા વગર, આંખોને આજ નહિ ફાવે...

મેલી દેજે એ દરેક સૌન્દર્યનાં રજવાડા બાજુ પર,
આપણા શરીર ની વચ્ચે આજે કોઈ તખ્તો-તાજ નહિ ફાવે...

અંધારી રાત્રે, ચાદર નીચે, શરીરની હૂંફમાં ભીંજાય જા,
તારી ઓઢણીથી મારી લાજ કાઢવાનો રીવાજ નહિ ફાવે...

તું પણ થા આજે એકરસ મારા પ્રસ્વેદની નદીમાં,
તારી શરમ. હયા, તું-તમે એવો મિજાજ નહિ ફાવે...

નગ્નતા દેન છે ઈશ્વરની, સંભોગ વગર શક્ય નથી જીવવું,
આ દંભી-બે-મોઢો-વગોણો-બંડખોર-નબળો સમાજ નહિ ફાવે...   

Wednesday, 23 March 2016

ગુલાલ થઇ જાએ...

નાની નાની શી વાતોમાં મોટી બબાલ થઇ જાએ,
મંઝીલ તો છે, રસ્તાઓ વિશે સવાલ થઇ જાએ...

દુન્યવી લોકોનાં મોટા હાથ પણ કામ ના લાગ્યા,
તમે જો એક સ્પર્શ આપો તો કમાલ થઇ જાએ...

આ પ્રણયપંથ પર હું છું મુસાફિર નવો-સવો,
હો સાથ તમારો તો આગિયાઓ મશાલ થઇ જાએ...

કેવી છે જાદુગરી તારા સંગાથમાં, સાથમાત્રથી-
દુઃખો મારા સારાયે એની મેળે હલાલ થઇ જાએ...

આજ પ્રિયે એટલી દે ખુશી મને, કે જેથી,
હું ઉછાળું ધૂળ, અને હવા આખી ગુલાલ થઇ જાએ...


- ચેતન સોલંકી

Friday, 11 September 2015

એક અછાંદસ...

એક અછાંદસ
કોઈ નિયમો વગરનું
તદ્દન એવું જ
તારા-મારા પ્રેમ જેવું
નિર્દોષ-નિસ્વાર્થ
છતાંય બધાને
ઇર્ષ્યા આવે એવું
તુટક- તુટક
પણ નિરંતર
ક્યારેક કટાક્ષ,
ક્યારેક બોધ,
ક્યારેક વાર્તા,
ક્યારેક નગ્ન-સત્ય,
વળી ક્યારેક રડાવી મુકે
તદ્દન એવું જ
તારા-મારા પ્રેમ જેવું
એક અછાંદસ

એક તું - એક હું...

એક તું જે બધાથી અજાણ છે,
એક હું જે ને સૌ સાથે બંધાણ છે...

એક તારું દિલ જે સાવ શાંત છે,
એક મારું દિલ જ્યાં ઉઠ્યું રમખાણ છે...

એક તું જે છપ્પર-કાચલીની જેમ તરી,
એક હું જ્યાં ડૂબ્યો ત્યાં ખુબ ઊંડાણ છે...

એક તારી નજર જે દુનિયા જોઈ ચુકી,
એક મારી નજર, જેનું તારા પર રોકાણ છે...

કડી દર્દ ઉઠે તો કરું છું યાદ ‘ચેતન’,

કે તેના હરએક દીદાર રામબાણ છે...