Tuesday 17 February 2015

હું...

નિયમોમાં રહેવું મને કદી ફાવ્યું જ નથી,
ભલે પછી એ ગઝલ હોય કે મારું જીવન...

છુપાઈને મેં કદી કોઈ વસ્તુ કરી જ નથી,
ભલે પછી એ હાસ્ય હોય કે હૈયાફાટ રૂદન...

મોતને તો હું હમેશા ખભે લઇને જ ઘૂમતો,
ભલે પછી એ કબર હોય કે કાળું કફન...

જે કઇ કર્યું, બેફામ, બેહદ, બેફીકર કર્યું,
ભલે પછી એ ઈશ્ક હોય કે અંધાધૂંધ આતંક...

કચાશ કોઈ નથી રાખી સંબંધો સાચવવામાં,
ભલે પછી એ દોસ્ત હોય કે મારો દુશ્મન...

કોઈ માપથી કદી માપી નહિ શકો તમે મને,
અનંત હતો, અનંત છું, રહીશ પણ અનંત...
                                           
                                               - ચેતન સોલંકી 'ગુમનામ'

1 comment:

  1. પોતાનો નિયમ કે જોઇએ ના કોઇ જ નિયમ,
    જ્યા ચુપકીદી સેવી ત્યા લખી નાખી ગઝલ.
    સ્વચ્છંદતામા બેફામ થવુ હતુ એના રગે રગમા,
    જ્યા આઝાદી ને ગુલામ કરી ત્યા લખી નાખી ગઝલ.

    ReplyDelete