Saturday 5 July 2014

તારા સ્મરણો..

એ દોસ્ત ! તારી ગઝલના શબ્દો અવનવા છે,
તારી સાથેના પણ બધાય સંબંધો નિતનવાં છે..

આપણા લગ્નનાં એ સાત ફેરાં-સાત જન્મ કેરા,
સમય પાસેથી એ બધાય પ્રપંચો છીનવવા છે..

તારા મૃત્યુ સમયે તારી આંખો-હાથમાં તારો હાથ,
દડ- દડ પડતાં આંસુઓ-તારા લોચનો લુછવા છે..

એવી તો શું દુશ્મની હતી પ્રભુને મારા સાથે?
છીનવી તને શુ કામ? મારે એ પ્રશ્નો કરવાં છે...

ખુશી નથી એકેય પલમાં હવે રહી બાકી,
તને પાછી મેળવવા ભાગવાનો રીઝવવા છે..

મારાથી અગ્નિ-દાહ કેમ અપાયો? રામ જાણે,
ભડ-ભડ બળતા લાલ અગનો બુઝાવવા છે..

પછી તો બંધ આંખો અને અશ્રુની નદી વહી,

શબ્દોનો સાથ છોડી, હવે સ્મરણો વાગોળવા છે..

No comments:

Post a Comment